ગણદેવીના માછીઆવાસણ પ્રાથમિક શાળા ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.
તારીખ 19-03-2023નાં દિને ગણદેવીના માછીઆવાસણ પ્રાથમિક શાળા ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલનાં અઘ્યક્ષ સ્થાને કારોબારી સભા યોજાઈ હતી.
આ કારોબારી સભામાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો તેમજ નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી,ખેરગામ અને વાંસદા તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારો હાજર રહ્યા હતાં. જેમાં જિલ્લા અને રાજ્ય સંઘનો અહેવાલ વાંચન, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અધિવેશન અને રામકથા આયોજન, તારીખ 12 અને 13 મે 2023 નાં રોજ યોજાનાર અધિવેશનમાં ભાગ લેવા બાબત, રામકથામાં ભાગ લેનાર શિક્ષકો બાબતે આયોજન, અધિવેશન અને રામકથામાં સ્વંયવસેવક તરીકે સેવા આપવા બાબત, 12મી મે 2023નાં દિને યોજાનાર મહિલા સંમેલનમાં ભાગ લેવા બાબત અને પ્રમુખ સ્થાનેથી થતાં કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.
No comments: